ડાંગ જિલ્લો એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે, જેનું મુખ્યમથક આહવા છે. ડાંગ જિલ્લો ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સ્થાન દેશ ભારત રાજ્ય ગુજરાત મુખ્ય મથક આહવા વસ્તી (૨૦૧૧)[૧] • કુલ ૨,૨૮,૨૯૧ સમય વિસ્તાર ભારતીય માનક સમય (UTC+૫:૩૦) દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો તથા મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. પશ્ચિમ દિશાને અડીને તાપી જિલ્લો, નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે. અહીં હોળી (શીમગા) તહેવાર વખતે યોજાતા ડાંગ દરબાર ના કારણે ડાંગ જાણીતુ છે. ભૌગોલીક અને સાંસ્કૃતિક મહત્વ ડાંગ જિલ્લાને બ્રિટિશરો The Dangs નામથી ઓળખતા હતા. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે અને તેનો વિસ્તાર ૧,૭૬૪ ચો.કિ.મી. તેમ જ વસ્તી ૧,૮૬,૭૨૯ (વસતી ગણતરી ૨...